વારા માટે ઓડિશન
0000-00-00
ઓડિશન્સ માટે રજિસ્ટ્રેશન હવે શરૂ થઈ ગયું છે
આપણા પ્યારા મૌલાના હાઝર ઈમામની ભારત મુલાકાતના મુબારક પ્રસંગે, ITREB India દ્વારા જમાતના પાત્ર સભ્યો માટે મૌલાના હાઝર ઇમામની હુઝૂર અને ઈન્તેઝારીમાં પઠન માટેની પસંદગી માટે ઓડિશન્સ યોજવામાં આવશે.
ઓડિશન્સ નીચેની શ્રેણીઓ માટે યોજવામાં આવશે:
• કુર્’આન તિલાવત
• તિલાવતનો અંગ્રેજી અનુવાદ
• ગિનાન
• ઝિકર-તસ્બીહ
રસ ધરાવતા સહભાગીઓને વિનંતી છે કે રજિસ્ટ્રેશન પૂર્ણ કરતાં પહેલાં પાત્રતાના માપદંડો અને મહત્વપૂર્ણ સૂચનાઓ નીચે આપેલી લીંક મા કાળજીપૂર્વક વાંચી લે.
રજિસ્ટ્રેશન લિંક : https://forms.cloud.microsoft/r/8N8rAkWWfv
કૃપા કરીને એ બાબતની નોંધ લેશો કે ઓડિશન માટેનું રજિસ્ટ્રેશન સોમવાર, ૧૦ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. અમે તમામ પાત્ર જમાતી સભ્યોને, જેઓ આ ઓડિશનમાં ભાગ લેવા ઇચ્છતા હોય, તેઓને જાહેર કરેલી અંતિમ તારીખ પહેલાં રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા વિનંતી કરીએ છીએ.
ખાસ નોંધ: તમે જે સેન્ટર પરથી દીદાર માટે નોંધણી કરી છે અથવા નોંધણી કરાવવાના છો, તે જ સેન્ટર/ક્લસ્ટર પર તમારે ઓડિશન આપવાનું રહેશે. અન્ય કોઈ સેન્ટર/ક્લસ્ટર પરથી ઓડિશન આપવાની પરવાનગી આપવામાં આવશે નહીં.