તોહફા — જમાત તરફથી એક ભેટ

0000-00-00

તોહફા — જમાત તરફથી એક ભેટ

એક વ્યક્તિગત સંકલ્પ. એક સામૂહિક અર્પણ. જમાત તરફથી એક ભેટ. જ્યારે આપણે મૌલાના હાઝર ઈમામની મુલાકાતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ, ત્યારે જમાતના દરેક સભ્યને આપશ્રીની હિદાયતો પર ચિંતન કરવા અને સ્વાસ્થ્ય, શિક્ષણ, સેવા તેમજ સંભાળના રોજિંદા કાર્યો દ્વારા તેને અર્થપૂર્ણ કાર્યમાં પરિવર્તિત કરવા માટે હાર્દિક આમંત્રણ છે.

તોહફા શું છે?
તોહફા એટલે “ભેટ”.

તોહફા એ મૌલાના હાઝર ઈમામની મુલાકાત પૂર્વે જમાત દ્વારા આપશ્રીને ભક્તિભાવપૂર્વક અર્પણ કરવામાં આવતી એક ભેટ છે. તે આપણે આપણા વ્યક્તિગત જીવનમાં અને સમુદાયમાં જે હકારાત્મક કાર્યો કરવાનું પસંદ કરીએ છીએ તેના દ્વારા પ્રતીકાત્મક રીતે વ્યક્ત થાય છે.

વધુ વાંચન કરવું, સ્ક્રીન પર ઓછો સમય વિતાવવો, શરીરને સક્રિય રાખવું, પોતાની કુશળતામાં સતત વધારો કરવો તેમજ અન્યો અને આપણી પૃથ્વીની કાળજી રાખીને જીવન જીવવું — મૌલાના હાઝર ઈમામની આ હિદાયતોથી પ્રેરિત થઈને, તોહફા આ તમામ આકાંક્ષાઓને જમાત તરફથી વ્યક્તિગત અને સામૂહિક અર્પણ તરીકે એકસાથે લાવે છે.

તોહફા શા માટે?
તોહફા એ આપણને મળેલી હિદાયતો પર ચિંતન કરવાની અને તેને અમલમાં મૂકવાની એક ઉત્તમ તક છે.
દરેક સંકલ્પ એ એક હકારાત્મક પરિવર્તન લાવવાની ખરી પ્રતિબદ્ધતા છે — પછી ભલે તે આપણા સ્વાસ્થ્યમાં સુધારો કરીને હોય, કંઈક નવું શીખીને હોય, અન્યની સેવા કરીને હોય અથવા પોતાની અને આપણી આસપાસના લોકોની કાળજી રાખીને હોય. આ તમામ વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓ એકસાથે મળીને જમાત તરફથી એક સામૂહિક ભેટ બની જાય છે.

તમારો તોહફા, તમારો સંકલ્પ
તોહફા એ દરેક વ્યક્તિ માટે અંગત અને વિશિષ્ટ છે.

જમાતના દરેક સભ્યને નીચેની બાબતો પોતાની રીતે પસંદ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે: 

  • તેઓ શું સંકલ્પ લેવા માંગે છે 
  • તેઓ કયા લક્ષ્ય તરફ કાર્ય કરવા માંગે છે
  • તેઓ કેટલું યોગદાન આપવા માંગે છે

તેમાં સહભાગી થવા માટે કોઈ એક જ નિશ્ચિત રીત નથી. દરેક સંકલ્પ તમારી પોતાની નિયત અને પ્રતિબદ્ધતા પર આધારિત છે. તોહફામાં ભાગ લેવો સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે.

આ કેવી રીતે કાર્ય કરે છે?
તમારું તોહફા કાર્ડ મેળવો, તમારો સંકલ્પ નક્કી કરો, તમારો સંકલ્પ સબમિટ કરો, તમારું કાર્ડ તમારી પાસે રાખો

તોહફા દરેક વ્યક્તિ માટે છે.
તમે બાળક હોવ, યુવાન હોવ, વયસ્ક હોવ કે વડીલ, દરેક વ્યક્તિને સહભાગી થવા માટે આમંત્રણ છે. તમારો સંકલ્પ અન્ય કોઈના જેવો જ હોવો જરૂરી નથી — સૌથી મહત્વની બાબત તમારી નિયતની સચ્ચાઈ અને તેને પૂર્ણ કરવા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા છે.

મહત્વની તારીખો
સંકલ્પ નોંધણી શરૂ થવાની તારીખ: ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ 
તમારો સંકલ્પ પૂર્ણ કરવાની તારીખ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં

તોહફા પ્રક્રિયા

  • તમારા જમાતખાના ખાતે તોહફા કાઉન્ટર પરથી તમારું પ્લેજ કાર્ડ (Pledge Card) મેળવો.
  • તોહફા પોર્ટલ પર જવા માટે તમારા કાર્ડ પરનો QR કોડ સ્કેન કરો અથવા www.mytohfa.in ની મુલાકાત લો. 
  • તમારી પ્રતિબદ્ધતા અને લક્ષ્ય શેર કરીને તમારો સંકલ્પ નોંધાવો. આ પ્રક્રિયામાં તમને સહાય કરવા માટે વોલિન્ટરો ઉપસ્થિત રહેશે. 
  • તમારા પ્લેજ કાર્ડનો કાપેલો (પરફોરેટેડ) ભાગ તોહફા બોક્સમાં મૂકો. બાકીનો ભાગ તમારા સંકલ્પની યાદ અપાવવા માટે તમારી પાસે સાચવી રાખો. 
  • જેમ જેમ તમે આગળ વધો તેમ તમારો સંકલ્પ વિસ્તરી શકે છે. જરૂરિયાત મુજબ તમારા સંકલ્પને અપડેટ કરવા અથવા વધારવા માટે તમારા ID નંબરનો ઉપયોગ કરીને લૉગ ઇન કરો. 
  • તમારા સંકલ્પની પ્રગતિ નોંધવા અને અપડેટ કરવા માટે તોહફા પોર્ટલ પર લૉગ ઇન કરો.

સંકલ્પ કરો. તમારી પ્રતિબદ્ધતાને જીવો. તમારી પ્રગતિ શેર કરો.