'ધી ઇસ્માઈલી અપડેટ' ઓડિશન્સ
0000-00-00
'ધી ઇસ્માઈલી અપડેટ' (The Ismaili Update) ના પ્રેઝન્ટર્સ માટે ઓડિશન્સ શરૂ થઈ ગયા છે.
અમે એવા આત્મવિશ્વાસ ધરાવતા વ્યક્તિઓ શોધી રહ્યા છે કે જેઓ કેમેરા સમક્ષ સહજ હોય અને વૈશ્વિક જમાત સમક્ષ સમાચારો તથા અપડેટ્સ પ્રસ્તુત કરવાની આ વિશેષ તકનો હિસ્સો બનવા ઈચ્છતા હોય.
ઓડિશન્સ શનિવાર, ૧૫ ઓગસ્ટથી શરૂ થાય છે અને સોમવાર, ૧૭ ઓગસ્ટના રોજ રાત્રે ૧૧:૫૯ વાગ્યે પૂર્ણ થશે.
પાત્રતા (Eligibility)
- અરજદારની ઉંમર ૧૬ થી ૩૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ (જન્મ ૧ જાન્યુઆરી ૧૯૯૧ થી ૧૫ ઓગસ્ટ ૨૦૧૦ ની વચ્ચે થયેલો હોવો જોઈએ)
- અરજદાર અંગ્રેજી અથવા ગુજરાતીમાં સહજતાથી બોલી શકતા હોવા જોઈએ
- અરજદાર ભારતના રહેવાસી હોવા જોઈએ અને, અગર પસંદગી થાય તો, સપ્ટેમ્બર ૨૦૨૬ માં શૂટિંગ/ફિલ્માંકન માટે ઉપલબ્ધ હોવા જોઈએ
ઓડિશન પ્રક્રિયા (Audition Process):
- અહીં ઉપલબ્ધ સ્ક્રિપ્ટ વાંચતા હોવ તેવો તમારો વિડિયો રેકોર્ડ કરો અને આ ફોર્મ સાથે તમારો ઓડિશન વિડિયો અપલોડ કરો: Form Link
- મહેરબાની કરીને ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરો.
- સ્ક્રિપ્ટ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં ઉપલબ્ધ છે — તમે જે ભાષામાં સૌથી વધુ સરળતાથી અને સહજતા ધરાવતા હો તેમાં ઓડિશન સબમિટ કરી શકો છો.
વિડિયો માર્ગદર્શિકા (Video Guidelines):
- પોશાક (Dress): ફોર્મલ અથવા સેમી-ફોર્મલ પોશાક; સ્વચ્છ અને શોભનીય.
- ફોર્મેટ (Format): વર્ટિકલ/પોર્ટ્રેટ (ઊભા) ફોર્મેટમાં રેકોર્ડ કરો.
- સ્થળ અને વાતાવરણ (Setting): આસપાસનો અવાજ સૌથી ઓછો હોય , શાંત અને યોગ્ય પ્રકાશ (લાઈટિંગ) ધરાવતી જગ્યા પસંદ કરો.
- કેમેરા (Camera): કેમેરા સ્થિર રાખો, આંખના સ્તર (આઈ લેવલ) પર રાખો અને તમારો ચહેરો સ્પષ્ટપણે દેખાય તે સુનિશ્ચિત કરો.
- ઓડિયો (Audio): કોઈપણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક કે ખલેલ વગર તમારો અવાજ સ્પષ્ટ અને સંભળાય તેની ખાતરી કરો
- સબમિશન (Submission): વિડિયોની ગુણવત્તા ચકાસીને નિર્ધારિત સમયમર્યાદા પહેલાં સબમિટ કરો.
'ધી ઇસ્માઈલી અપડેટ' માટે ઓડિશન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર!