ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્માઈલી સ્ટડિઝની વ્યૂહાત્મક યોજના

0000-00-00

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્માઈલી સ્ટડિઝની વ્યૂહાત્મક યોજના

ધ ઇસ્માઇલી ટીવી પર તાજેતરમાં પ્રકાશિત થયેલા એક વિડીયો વાતચીતમાં, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્માઇલી સ્ટડીઝ (IIS) ના ડિરેક્ટર પ્રોફેસર ઝૈન કાસમ, આગામી દાયકાઓ માટે સંસ્થાની દૃષ્ટિ અને પ્રાથમિક્તાઓની રૂપરેખા આપતા, તેની નવી વ્યૂહાત્મક યોજના રજૂ કરે છે.

IIS ગવર્નર કરીના ગોવિંદજી સાથે વાત કરતા, પ્રોફેસર કાસમ વૈશ્વિક જમાત અને વ્યાપક શૈક્ષણિક સમુદાયની વિકસતી જરૂરિયાતો પર પ્રતિબિંબ પાડે છે. તેણી કહે છે: વ્યૂહાત્મક યોજનાઓ એક સંસ્થાને  પોતાનું મૂલ્યાંકન કરવાની તક આપે છે અને સંસ્થાને પોતાને અનેક પ્રશ્નો પૂછવા  સક્ષમ બનાવે છે:

“શું આપણે આપણા સહભાગીઓની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છીએ? શું વૈશ્વિક સ્તરે રહેતી આપણી જમાત માટે બાબતો બદલાઈ છે, અને શું વૈશ્વિક પરિસ્થિતિઓ બદલાઈ છે અને કે સંસ્થાનું મિશન તેની સાથે હજુ પણ સુસંગત છે? અને શું જમીની સ્તર પર જે ચાલી રહ્યું છે, તેના પરિણામરૂપ આપણે  કંઈક કરવાની જરૂરી છે?”

આ ચર્ચા વ્યૂહાત્મક યોજનાના 10 મુદ્દાઓના માળખાની ઝાંખી આપે છે, જેમાં જમાત અને તેની સંસ્થાઓ દરેક નિર્ણાયક પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્ઞાનના સંરક્ષણ, સર્જન અને પ્રસારના સિદ્ધાંતો પર આધારિત આ યોજના સંસ્થાની આજીવન ધાર્મિક શિક્ષણને સમર્થન આપવાની અને શૈક્ષણિક ઉત્તમતા આગળ વધારવાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે.

એક પ્રાથમિકતા એ છે કે IIS ખાતેના વિશાળ જ્ઞાન સંસાધનોનો ઉપયોગ ઇસ્માઇલી માન્યતા, આપણી ઓળખ, ઇતિહાસ, ફિલસૂફી અને સાહિત્યિક પરંપરાઓની વધુ સારી સમજણને સમર્થન આપવા માટે કરવામાં આવે.

“આ યોજના હેઠળના મુખ્ય આશયોમાંનું એક, એટલે કે 0 થી 99 વર્ષની ઉંમર સુધીના દરેક માટે સરળતાથી ઉપલબ્ધ ધાર્મિક શિક્ષણ રૂપે તેને રૂપાંતરિત કરવું,” પ્રોફેસર કાસમ કહે છે, “જે અમારે માટે એક અત્યંત મહત્વપૂર્ણ તક રહેશે-આપણા સંસાધનોના સમૃદ્ધ ખજાનાને સામાન્ય લોકો સુધી પહોંચાડવું.”

“અમે ટૂંકા વિડિયો બનાવી રહ્યા છીએ, પોડકાસ્ટ બનાવી રહ્યા છીએ, અને વધુ સંક્ષિપ્ત પ્રકાશનો બનાવવા વિશે વિચાર કરી રહ્યા છીએ,” તેણીએ ઉમેર્યું, “તેથી તે વાંચવામાં આનંદદાયક હોય અને તેમાંથી કંઈક શીખવા મળે.”

પ્રોફેસર કાસમ અભ્યાસક્રમના પુનઃનિર્માણ, ડિજિટલ ઍક્સેસ, વિવિધ પરિસ્થિતિઓ વચ્ચે સેતુબંધન અને ડિગ્રી પ્રદાન કરવાની સંભાવિત દિશામાં સંસ્થાની મહત્વપૂર્ણ પહેલો પર પણ પ્રકાશ પાડે છે. તેણી આગામી 10 વર્ષોમાં આ યોજનાને અમલમાં મૂકવાની આતુરતા વ્યક્ત કરે છે અને આશા રાખે છે કે સ્ટાફ અને સમર્થકોની મદદથી સંસ્થાના સહભાગીઓની ઊંચી અપેક્ષાઓને પૂર્ણ કરી શકશે.

“આપણે  આપણા મનને કાર્યરત કરી શકીએ છીએ, આપણા નૈતિક માળખાં અને આંતરિક દિશાને આપણા કાર્યમાં જોડીને આપણા જીવનના હેતુ અને અર્થને સમજવાની દિશામાં આગળ વધી શકીએ છીએ,” તેણીએ સમજાવ્યું. તે ઉમેરે છે કે આમ કરવાથી, એક જમાત તરીકે, “આપણે એકબીજા પ્રત્યે, આપણા સમુદાયો પ્રત્યે અને આપણાં પરસ્પર જોડાયેલા પર્યાવરણીય તંત્રો પ્રત્યેની આપણી  જવાબદારીઓને વધુ સારી રીતે સમજી શકીશું.”

IIS ની મુખ્ય પ્રાથમિકતાઓ વિશે જાણવા માટે, સંપૂર્ણ 16-મિનિટની વાતચીત જુઓ.

સંસ્થાનો વ્યૂહાત્મક યોજના વાંચવા માટે, IIS વેબસાઇટ ની મુલાકાત લો.