સાલગિરહ
0000-00-00
12 ઓક્ટોબર 2025 ના રોજ, વિશ્વભરના ઇસ્માઇલીઓ મૌલાના હાઝર ઇમામના 54મા જન્મદિવસની ઉજવણી કરશે — એક અજોડ રૂહાની બંધન પર ચિંતન કરવાનો પ્રસંગ જે દરેક મુરીદને ઝમાનાના ઇમામ સાથે જોડે છે.
સમગ્ર ઇતિહાસ દરમિયાન ઇસ્માઈલી મુસ્લિમો હાઝાર-મૌજૂદ ઇમામ દ્વારા દોરવણી મેળવતા રહ્યા છે, જેઓ પૈગંબર મુહમ્મદ (સ.અ.વ.સ.) અને તેમના પિત્રાઈ ભાઈ અને જમાઈ, હજરત અલી અને તેમના દિકરી, હઝરત બીબી ફાતિમા ના સીધા વંશમાંથી છે
12 ઓક્ટોબર 2025, ના વૈશ્વિક જમાત આપણા હાઝર મૌજૂદ ઇમામ, હિઝ હાઈનેસ પ્રિન્સ રહીમ આગા ખાનના 54માં જન્મદિવસની ઉજવણી કરશે. જીનીવા, સ્વીટ્ઝરલેન્ડમાં 1971 માં આપશ્રીનો જન્મ થયો અને આપ 53 વર્ષની ઉમરે આપના પિતાશ્રીના વારસદાર તરીકે 50માં ઇમામ બન્યા.
11 મી ફેબ્રુઆરી 2025 ના આપની તખ્તનશીની પ્રસંગે, હાઝર ઇમામે ઇસ્માઈલી જમાતના ભૌતિક અને રૂહાની સુખાકારી માટે આપનું જીવન સમર્પિત કરવાની પ્રતિબદ્ધતા કરી હતી, ધી આગા ખાન ડેવ્લપમેન્ટ નેટવર્ક, ધી ઇન્સ્ટિટુટ ઓફ ઇસ્માઈલી સ્ટડીઝ, અને જમાતી સમાજીક સંચાલન સંસ્થાઓ સહિત, આપના પિતાશ્રી દ્વારા સ્થાપિત ઘણી સંસ્થાઓમાં આપશ્રીએ આગેવાની સંભાળી છે.
AKDNની પર્યાવરણ અને આબોહવા સમિતી અના ચેરમેન તરીકે, આપ ખાસ કરીને પર્યાવરણના સંરક્ષણ અને આબોહવા પરિવર્તનના પ્રભાવને ઘટાડવા માટેની AKDNની પહેલ અંગે ખૂબ જ ચિંતિત રહ્યા છે. આપ ગરીબીમાં જીવન વિતાવતા લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા તેમજ શિક્ષણ, તાલીમ અને ઉદ્યમ દ્વારા તેમની આજીવિકાના સુધારાને ટેકો આપવા માટે AKDN અને ઈસ્માઈલી સમુદાયની સંસ્થાઓના કાર્ય તરફ સતત ધ્યાન આપ્યું છે.
ફેબ્રુઆરી 2025થી, હાઝર ઈમામે પોર્ટુગલ, કતાર, મોઝામ્બિક, ફ્રાન્સ, કેન્યા, યુએઈ, યુગાંડા, કિર્ગિઝ રિપબ્લિક અને ઇજિપ્તની મુલાકાત લીધી અને આપે સરકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને નાગરિક સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી, જેથી ઈસ્માઈલી ઇમામત સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવી શકાય અને વંચિત અને નબળા સમુદાયોના જીવનમાં સુધારો લાવવા માટે AKDNના પ્રયત્નોને આગળ ધપાવી શકાય. આ સમયગાળામાં આપે ફ્રાન્સ, કેન્યા અને યુગાંડા જ્યુરિસ્ડિક્શનની જમાત સાથે પણ મુલાકાત લીધી.
હાઝર ઈમામનો જન્મદિવસ ઈસ્માઈલી માટે એ ખાસ પ્રસંગ છે, જ્યાં દરેક મુરીદ પોતાને ઇમામ સાથે જોડતી કડીના અજોડ રૂહાની બંધન પર ચિંતન કરે છે. આ પ્રસંગ જમાતને ઇમામત પ્રત્યેના પોતાના પ્રેમ, નીષ્ઠા અને ભક્તિભાવ વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે — જે ઈસ્માઈલી સમુદાયને એકસાથે જોડી રાખે છે.
સલગિરહ ખુશિયાલી મુબારક!