પાકિસ્તાનમાં આગમન પર મૌલાના હાઝર ઇમામને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા સ્વાગત
0000-00-00
સરકારના આમંત્રણ પર, મૌલાના હાઝર ઇમામ આજે પાકિસ્તાનની સત્તાવાર મુલાકાતે ઇસ્લામાબાદ પધાર્યા. એરપોર્ટ પર પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હિઝ એક્સલન્સી આસિફ અલી ઝરદારી અને તેમનાં પુત્રી ફર્સ્ટ લેડી આસિફા ભુટ્ટો ઝરદારી દ્વારા આપશ્રીને આવકારવામાં આવ્યા હતાં. આ ઉપરાંત, ફેડરલ માહિતી મંત્રી અતાઉલ્લાહ તરાર; સેનેટના સભ્ય સલીમ માંડવીવાલા; પાકિસ્તાનની ઇસ્માઈલી કાઉન્સિલના પ્રેસિડન્ટ નિઝાર મેવાવાલા; આગા ખાન ફંડ ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ (AKFED) ના ડિરેક્ટર સુલતાન અલી અલાના; અને જમાતી લીડરોનું એક પ્રતિનિધિમંડળ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ રાષ્ટ્રપતિ ઝરદારી અને હાઝર ઇમામ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન ઐવાન-એ-સદર ખાતે પધાર્યા, જ્યાં ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર પેશ કરવામાં આવ્યું. દ્વિપક્ષીય મુલાકાત બાદ, રાષ્ટ્રપતિ ઝરદારી આ મુલાકાતના માનમાં સાંજે એક ભોજન સમારંભનું આયોજન કરી રહ્યા છે.ઇસ્માઈલીઓના
ઇસ્માઈલીઓની નોંધપાત્ર વસ્તી ધરાવતા દેશના ઉત્તરીય વિસ્તારોમાં ગિલગિટ-બાલ્તિસ્તાન અને ચિત્રાલ જમાત સાથે સમય વિતાવવા મુસાફરી કરતા પહેલા મૌલાના હાઝર ઇમામ , રાજધાનીમાં પ્રધાનમંત્રી મિયાં મુહમ્મદ શહબાઝ શરીફ અને અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
ગિલગિટ-બાલ્તિસ્તાન અને ચિત્રાલ વિશ્વના કેટલાક સૌથી નયનરમ્ય પ્રાકૃતિક દ્રશ્યોની વચ્ચે સદીઓ જૂનો સમૃદ્ધ વારસો અને ઇતિહાસ ધરાવે છે. એક સમયે પ્રાચીન સિલ્ક રોડની એક અભિન્ન કડી સમાન આ પ્રદેશ આજે પર્વતારોહણ અને સાંસ્કૃતિક પ્રવાસન માટેનું વૈશ્વિક કેન્દ્ર છે, જે તેની પરંપરાઓના વિશિષ્ટ સમન્વય માટે જાણીતો છે.
આ ખીણો અને પર્વતીય સમુદાયોમાં અઠવાડિયાઓથી તૈયારીઓ ચાલી રહી છે, જેમાં જમાત પોતાના ઇમામના સ્વાગતની આતુરતામાં આયોજન, નિર્માણ અને ઉજવણી કરી રહી છે.
આ મુલાકાતના તમામ નવીનતમ સત્તાવાર સમાચારો, ફોટોગ્રાફ્સ અને સતત કવરેજ માટે, અમારા ઈમેલ અપડેટ્સ માટે સાઇન અપ કરો અને સોશિયલ મીડિયા પર The Ismaili ને ફોલો કરો.