મૌલાના હાઝર ઈમામે મહારાષ્ટ્રમાં રાજ્યના આગેવાનોની મુલાકાત કરી

0000-00-00

મૌલાના હાઝર ઈમામે મહારાષ્ટ્રમાં રાજ્યના આગેવાનોની મુલાકાત કરી

મૌલાના હાઝર ઈમામની ભારત મુલાકાતના મુંબઈ તબક્કા દરમિયાન, તેમણે મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ શ્રી જિષ્ણુ દેવ વર્મા સાથે મુલાકાત કરી.

આજની બેઠકોમાં ખાસ કરીને રાજ્યની વિકાસ પ્રાથમિકતાઓ સાથે સુસંગત ક્ષેત્રોમાં પરસ્પર હિતના ક્ષેત્રો પર ચર્ચા કરવાની અને ઇસ્માઈલી ઇમામત, આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે સતત સહયોગ માટેની સંભાવનાઓ જાણવાની તક મળી.

"વર્ષોથી, મહારાષ્ટ્ર, ભારતમાં ઇસ્માઈલી ઇમામત અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કની શામેલગીરીનો એક મહત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે," હાઝર ઈમામે જણાવ્યું. "અમે આ સહભાગિતાને આગળ વધારવા અને રાજ્યભરમાં લોકોના જીવનની ગુણવત્તા સુધારવામાં યોગદાન આપવા તથા તેમના માટે તકો ઊભી કરવા માટેની વધુ સંભાવનાઓ જાણવા આતુર છીએ."

૧૯મી સદીથી ભારતમાં ઇસ્માઈલી ઇમામતની સંસ્થાઓ કાર્યરત છે, જ્યારે સૌ પ્રથમ સામુદાયિક સંસ્થાઓની રચના કરવામાં આવી હતી. તે શરૂઆતી મૂળિયાં વિકસીને વિશાળ રાષ્ટ્રિય સંસ્થાઓ બનવા પામ્યા. જે આજે ગ્રામીણ અને શહેરી વિકાસ, સંસ્કૃતિ, આર્થિક સમાવેશ, સ્વાસ્થ્ય, રહેઠાણ, પ્રારંભિક બાળ વિકાસ, શિક્ષણ અને આબોહવા સ્થિતિસ્થાપકતાને આવરી લેતા કાર્યક્રમો અને સંસ્થાઓથકી ૯૦ લાખથી વધુ લોકોને સેવા પૂરી પાડે છે.