મૌલાના હાઝર ઇમામે આલ્બર્ટાના પ્રીમિયર સાથે મુલાકાત કરી
0000-00-00
આજે વહેલા મૌલાના હાઝર ઇમામે આલ્બર્ટાના પ્રીમિયર ડેનિયલ સ્મિથ અને અન્ય કેટલાક વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી.
હાઝર ઇમામ અને પ્રીમિયર સ્મિથે આરોગ્યસંભાળ, આવાસ, શિક્ષણ અને કાર્યબળ વિકાસ સહિત સમાન હિતના ક્ષેત્રો તથા ભવિષ્યના સહયોગ માટેની તકો વિશે ચર્ચા કરી.
આ બેઠક ૨૦૧૨માં આલ્બર્ટા પ્રાંત અને ઇસ્માઈલી ઇમામત વચ્ચે હસ્તાક્ષર કરાયેલા સહકાર કરાર પર ઘડતર કરે છે. 'જનરેશન્સ કેલગરી' અને યુનિવર્સિટી ઓફ આલ્બર્ટા બોટનિક ગાર્ડન ખાતે સ્થિત 'આગા ખાન ગાર્ડન' એ બંને પક્ષો વચ્ચેના સહકારના નક્કર ઉદાહરણો છે.
આ ચર્ચા બાદ કેટલાક પ્રાંતિય મંત્રીઓ અને જમાતી પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાતની તક મળી હતી.