ગુજરાતના મુખ્યમંત્રી સાથે મૌલાના હઝર ઈમામની મુલાકાત

0000-00-00

ગુજરાતના મુખ્યમંત્રી સાથે મૌલાના હઝર ઈમામની મુલાકાત

ભારતની મુલાકાતના ચોથા દિવસે હઝર ઈમામે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી.

મુખ્યમંત્રી શ્રી પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યએ રિન્યુએબલ એનર્જી અને બાયોટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ ઉદ્યોગોમાં પ્રગતિ કરી છે. તેમજ રમતગમત ક્ષેત્રે ખેલાડીઓ માટેની સુવિધાઓમાં સુધારા અને આધુનિક માળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા ગુજરાતે વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન બનાવ્યું છે. તેના પરિણામે, ગુજરાતને 2030ની 24મી કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પસંદ કરવામાં આવ્યું છે.

દિવસના અંતે, મૌલાના હઝર ઈમામે ગાંધીનગરમાં ત્રીજો દીદાર આપ્યો. રાજકોટ હેડક્વાર્ટર્સ જમાતખાનાના મુખીસાહેબે નોધૅન સૌરાષ્ટ્ર જમાત વતી બય્‘આ રજૂ કરી.

દેશભરમાં જમાતના સભ્યોએ સેવામાં ભાગ લેવા, વૃદ્ધોની સંભાળ રાખવા, પર્યાવરણનું રક્ષણ કરવા તેમજ પોતાના સતત શિક્ષણ અને જ્ઞાનમાં રોકાણ કરવા સ્વૈચ્છિક સંકલ્પો લીધા છે.

આ સંકલ્પો હઝર ઈમામ સમક્ષ તોહફા અથવા ભેટ તરીકે રજૂ કરવામાં આવ્યા. આ તોહફા જમાતની સતત પ્રતિબદ્ધતાની પ્રતીકાત્મક યાદ અપાવે છે કે તેઓ પોતાના રોજિંદા જીવનમાં ઈમામના માર્ગદર્શન અનુસાર જીવન જીવતા રહે.