રિડો હોલ ખાતે મૌલાના હાઝર ઇમામનું સ્વાગત

0000-00-00

રિડો હોલ ખાતે મૌલાના હાઝર ઇમામનું સ્વાગત

કેનેડાના ગવર્નર જનરલ, હર એક્સલન્સી ધી રાઈટ ઓનરેબલ મેરી સાયમન અને હિઝ એક્સલન્સી મિસ્ટર વ્હીટ ફ્રેઝરે ગઈકાલે ઓટાવા ખાતે રિડો હોલમાં મૌલાના હાઝર ઇમામ માટે ડિનરનું નું આયોજન કર્યું હતું. આ ડિનરમાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની અને દેશના કેટલાક વર્તમાન અને ભૂતપૂર્વ નેતાઓએ હાજરી આપી હતી.

કેનેડાની હાઝર ઇમામની પ્રથમ સત્તાવાર મુલાકાતના ભાગરૂપે, આ કાર્યક્રમ કેનેડા અને ઇસ્માઈલી ઇમામત વચ્ચેના લાંબા સમયના સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ બની રહ્યો, જે સમાન મૂલ્યો અને વધુ સારા વિશ્વના નિર્માણ માટેની સતત પ્રતિબદ્ધતા પર આધારિત છે.

આ સહભાગિતા પર પ્રતિબિંબ પાડતા, હાઝર ઇમામે ફરમાવ્યું: "અમારા સદગત  પિતાશ્રી, જેમને તમારામાંથી ઘણા લોકો સારી રીતે જાણતા હતા, તેઓ કેનેડા, તેના લોકો, તેના મૂલ્યો, સમ્માન, ગૌરવ તથા બહુમતવાદના મૂળભૂત સિદ્ધાંતોને જાળવી રાખવાની તેમની અડગ પ્રતિબદ્ધતા પ્રત્યે દૃઢ વિશ્વાસ અને સ્નેહ ધરાવતા હતાં. આ મૂલ્યવાન સંબંધને વધુ મજબૂત બનાવવાનો અને તેના પર ઘડતર કરવાનો  તથા આપણા સહિયારા કાર્યમાં ઇમામતની તમામ ક્ષમતાઓને ઉપલબ્ધ કરાવવાનો અમે ઇરાદો ધરાવીએ છે."

પાંચ દાયકાઓ દરમિયાન, આ સહભાગિતાએ વિશ્વના કેટલાક સૌથી પડકારજનક વિસ્તારોમાં ક્ષમતા નિર્માણ, આર્થિક વિકાસ અને નાગરિક સમાજના સશક્તિકરણ ક્ષેત્રે નક્કર પરિણામો આપ્યા છે.

"આજે રાત્રે અહીં એકત્રિત થયેલા કેટલાક ઘણા મહેમાનોએ પોતાનું જીવન બહુમતવાદ  અને શાંતિ માટે સમર્પિત કર્યું છે. તેવી જ રીતે કેનેડામાં ઈસ્માઈલી જમાતે પણ આવું કર્યું છે," ગવર્નર જનરલ મેરી સાયમને જણાવ્યું. "આજના વૈશ્વિક સંદર્ભમાં, તમારું કાર્ય—અને આપણા સમાન મૂલ્યો—એક સ્થિર બળ તરીકે ઊભા છે. આ માટે, અને આપણી નિરંતર સહભાગિતા અને મિત્રતા માટે, અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ."

દિવસની શરૂઆતમાં, પ્રધાનમંત્રી અને મૌલાના હાજર ઈમામે સંયુક્ત જાહેરાત જાહેર કરી, જેમાં આવાસ , આર્થિક વિકાસ અને અન્ય પરસ્પર હિતના ક્ષેત્રોમાં નવી ભાગીદારીઓનું રૂપરેખાંકન કરવામાં આવ્યું હતું, અને નવી સહકારાત્મક પહેલ માટે પાયોનું ઘડતર થયું હતું .