મૌલાના હાઝર ઈમામે ગાંધીનગરમાં દીદારની નવાજેશ ફરમાવી.
0000-00-00
મૌલાના હાઝર ઈમામે નોધૅન એન્ડ ઈસ્ટર્ન ગુજરાત અને સધૅન સૌરાષ્ટ્રની જમાતો માટે બે દીદારની નવાઝીશ ફરમાવી.
સવારના દીદારમાં, અમદાવાદ હેડક્વાર્ટર્સ જમાતખાનાના મુખીસાહેબે નોધૅન એન્ડ ઈસ્ટર્ન ગુજરાતની જમાતો તરફથી બૈયત પેશ કરી.
ત્યારબાદ હાઝર ઈમામને ધ પ્રોમિસ: બૈયત નામની એક કલા સ્થાપના પેશ કરવામાં આવી, જેમાં પવિત્ર કુર'આનનો હાથ-પર-હાથની ઉપમા દર્શાવવામાં આવી છે. આ છબીની આસપાસ યુવાન મુરીદોની હથેળીઓની છાપવાળી ટાઇલ્સ ગોઠવવામાં આવી છે, જેમાં દરરોજ તેમની બૈયત મુજબ જીવન જીવવા માટે ઈમામને આપેલા વચનો છે.
બપોરના દીદારમાં, જૂનાગઢ હેડક્વાર્ટર્સ જમાતખાનાના મુખીએ સધૅન સૌરાષ્ટ્ર જમાત તરફથી બૈયત પેશ કરી.
બપોરના દીદાર પછી, હાઝર ઈમામને બ્લૂમ્સ ઓફ શુક્રાના (કૃતજ્ઞતા) નામની એક કલા સ્થાપના પેશ કરવામાં આવી, જેમાં ૧૦,૦૦૦ થી વધુ ફૂલો છે, જેને શુક્ર શબ્દ બનાવવા માટે ગોઠવવામાં આવ્યા છે. આ કૃતિના નિર્માણમાં સહભાગી થવા માટે વિવિધ જમાતખાનાઓ અને લર્નિંગ રિસોર્સ સેન્ટર્સમાં હજારો સિનિયર સિટીઝન જમાતના સભ્યો અને દિવ્યાંગ લોકો એકત્રિત થયા હતા.