મૌલાના હાઝર ઈમામે મુંબઈમાં દિદારની નવાઝિશ ફરમાવી
0000-00-00
ગઈકાલે મૌલાના હાઝર ઈમામે વેસ્ટર્ન ઈન્ડિયાની જમાત માટે મુંબઈમાં દિદારની નવાઝિશ ફરમાવી હતી.
દરખાનાના મુખી સાહેબે વેસ્ટર્ન ઈન્ડિયાની જમાત વતી બૈયત અર્પણ કરી હતી.
ત્યારબાદ, હાઝર ઈમામની સેવામાં ‘આર્ક ઓફ ગાઇડન્સ’ (હિદાયતની કશ્તી) નામની એક વિશિષ્ટ કલાકૃતિ ભેટ ધરવામાં આવી હતી, જે પયગંબર હઝરત નૂહ (અ.સ.) ની કશ્તીથી પ્રેરિત છે. તેમાં પુનઃઉપયોગમાં લેવાયેલા લાકડાં અને હાથ-ભરતકામ કરેલા કાપડમાંથી તૈયાર કરાયેલી એક નૌકા દર્શાવવામાં આવી છે. આ માળખા પર ઓરિગામિ (કાગળ) ની નાની-નાની હોડીઓ ગોઠવવામાં આવી છે, જેમાં હાઝર ઈમામની હિદાયતો પર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું ચિંતન અંકિત થયેલું છે.
તે દિવસે અગાઉ, મૌલાના હાઝર ઈમામે મુંબઈ સ્થિત દરખાનાની મુલાકાત લીધી હતી.
મુંબઈનું દરખાના એ આજે વિશ્વમાં હયાત જમાતખાનાની સૌથી જૂની ઇમારતો પૈકીની એક છે. તેની સ્થાપના ૧૮૪૮માં થઈ હતી અને તે ‘દારખાના’ તરીકે નિયુક્ત થનારું સર્વપ્રથમ જમાતખાના બન્યું હતું. ૧૮૭૦માં મૌલાના હસન અલી શાહ દ્વારા તેને આ દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો હતો.
૧ સપ્ટેમ્બર ૧૮૮૫ના રોજ મૌલાના સુલ્તાન મુહમ્મદ શાહની તખ્તનશીની દરખાના ખાતે યોજાઈ હતી, અને તે દિવસે આપણા ૪૮મા ઈમામ જે તખ્ત પર બિરાજમાન થયા હતા તે તખ્ત આજે પણ ત્યાં મોજૂદ છે.