મૌલાના હાઝર ઇમામે કેલગરીમાં દીદારની નવાઝીશ ફરમાવી
0000-00-00
મૌલાના હાઝર ઇમામે કેલગરીમાં BMO સેન્ટર ખાતે એડમોન્ટન અને પ્રેયરીઝ જમાતોને બે દીદારની નવાઝીશ ફરમાવી. હાઝર ઇમામની સાથે આપશ્રીના શાહઝાદાઓ પ્રિન્સ ઇરફાન અને પ્રિન્સ સિનાન હાજર હતા.
સવારના દીદારમાં, કેલગરી હેડક્વાર્ટર્સ જમાતખાનાના મુખીએ કેલગરીની જમાત વતિ બૈયાહનું વચન પેશ કર્યું.
હાઝર ઇમામને ત્યારબાદ 'ઇકરા: અ લિવિંગ લાઇબ્રેરી ઓફ નોલેજ એન્ડ વિઝડમ' નામની એક કલા સ્થાપના પેશ કરવામાં આવી. વધુ સહાનુભૂતિના માર્ગ તરીકે વાંચન અંગેની ઇમામની હિદાયતથી પ્રેરિત, આ લાકડાનું બુકકેસ મૂળ પુસ્તકો, કાપડ અને હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરે છે, જે જમાતની વિવિધતાસભર રચનાને પ્રતિબિંબિત કરે છે.
બપોરના દીદારમાં, એડમોન્ટન હેડક્વાર્ટર્સ જમાતખાનાના મુખીએ એડમોન્ટન, લેથબ્રિજ, મેનિટોબા અને સાસ્કાચેવનની જમાતો તરફથી બૈયાહનું વચન પેશ કર્યું.
હાઝર ઇમામને ત્યારબાદ 'ડ્રોપ્સ ઓફ મર્સી' નામની એક કલા સ્થાપના પેશ કરવામાં આવી. આંતર-પેઢીની સંભાળ અંગેની ઇમામની હિદાયતથી પ્રેરિત, આ સ્થાપના માં સામુદાયિક કલાની ફોટોગ્રાફિક કલાકૃતિ, આપણા વડીલોના જ્ઞાનસભર શબ્દો સાથે યુવાનો તરફથી કાળજી લેવાના વચનોને દર્શાવતા ૫૦ વરસાદના ટીપાં, અને ઈલાહી રહેમતનું પ્રતીક એવું મધ્યમાં આવેલું વરસાદના ટીપાંનું મોટિફ (ડિઝાઇન) સામેલ છે.