મૌલાના હાઝર ઈમામે મોન્ટ્રીયલ ખાતે જમાતને દીદારની નવાઝીશ ફરમાવી.
0000-00-00
મૌલાના હાઝર ઈમામે ક્યુબેક અને આસપાસના ક્ષેત્રોની જમાતને ૨૬મી માર્ચ ના યુથ મુલાકાત તેમજ ૨૭ અને ૨૮ મી માર્ચના દિદારની નવાઝેશ ફરમાવી હતી.
યુથ મુલાકાત બાદ, મૌલાના હાઝર ઈમામને કલા સ્થાપના અર્પણ કરવામાં આવી હતી, જે મિસ્ત્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી યુવા કલાકારો દ્વારા રંગવામાં આવી હતી. ’ઓપન ડોર’ નામની આ રચના, મૌલાના હાઝર ઇમામની હિદાયત દ્વારા પ્રેરિત વિષયોનું પ્રતિબિંબ છે. આ ડોર (દરવાજા) ની સાથે સાથે કેનેડાભરના યુવાનો દ્વારા એક ડિજીટલ રજુઆતો પણ કરવામાં આવી હતી, જેમાં તેઓ જે જ્ઞાન મેળવી રહ્યા છે અને તે જ્ઞાન કેવી રીતે એકબીજા માટે નવા દ્વાર ખોલી શકે છે તે વર્ણવવામાં આવ્યું છે.
દિદારના સ્થળે, મૌલાના હાઝર ઇમામે “ઇલ્યુમિનેટેડ થ્રેડ્સ” કલાત્મક સ્થાપનાની મુલાકાત લીધી. કેનેડાભરના જમાતના સભ્યો પાસેથી પરંપરાગત કપડાના ૩,૭૦૦થી વધુ ટુકડાઓ પ્રાપ્ત થયા હતા, જેનાથી આ રચના તૈયાર કરવામાં આવી. આ સ્થાપનામાં ચાર સ્તંભ છે, જેમાં દરેક એક અલગ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે—દક્ષિણ એશિયા, મધ્ય એશિયા, ઇરાન અને સિરિયા—અને મધ્યભાગ અનેક ધર્મી પરિવારો સહિત - એક એકતાબદ્ધ કેનેડિયન જમાતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાંક અઠવાડિયાં દરમિયાન, જ્યારે જમાતે તૈયારી અને ઉજવણી કરી રહી હતી, ત્યારે આ દરેક સંસ્કૃતિને સંગીત, નૃત્ય અને સાંસ્કૃતિક આપલે દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી, જેથી જમાતના સભ્યો એકબીજા વિશે વધુ સારી રીતે જાણી શકે.