મૌલાના હાઝર ઈમામે મુંબઈથી વિદાય લીધી

0000-00-00

મૌલાના હાઝર ઈમામે મુંબઈથી વિદાય લીધી

આજે સવારે, હૈદરાબાદ રવાના થતાં પહેલાં મૌલાના હાઝર ઈમામે મુંબઈમાં બીજા દિદારની નવાઝિશ ફરમાવી હતી.

અંધેરી હેડક્વાર્ટર જમાતખાનાના મુખી સાહેબે મધ્ય, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતની જમાતો વતી બૈયત અર્પણ કરી હતી.


ત્યારબાદ, હાઝર ઈમામની સેવામાં ‘ધ ગેટવે ઓફ નોલેજ’ (જ્ઞાનનું પ્રવેશદ્વાર) નામની એક વિશિષ્ટ કલાકૃતિ ભેટ ધરવામાં આવી હતી — જે જમાત પાસેથી એકત્રિત કરવામાં આવેલા પુસ્તકોમાંથી કમાન (આર્ચ) ના આકારમાં તૈયાર કરવામાં આવી છે.

આ કલાકૃતિ વાચન અને જ્ઞાન (ઇલ્મ) ના મહત્વને ઉજાગર કરે છે, જે એક સુપ્રસિદ્ધ અને વારંવાર ટાંકવામાં આવતી હદીસ પર આધારિત છે, જેમાં મૌલાના અલીને ‘જ્ઞાનના શહેરનું પ્રવેશદ્વાર’ તરીકે વર્ણવવામાં આવ્યા છે.

દિદારના સ્થળેથી પ્રસ્થાન કર્યા બાદ, મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી મંગલ પ્રભાત લોઢા; મહારાષ્ટ્રના માનનીય પ્રોટોકોલ સચિવ રાજેશ ગવંડે; તેમજ જમાતી લીડરોના એક પ્રતિનિધિમંડળ દ્વારા હાઝર ઈમામને ભાવભરી વિદાય આપવામાં આવી હતી.