મૌલાના હાઝર ઈમામ મુંબઈમાં ઇન્સ્ટિટ્યુશનલ રીસેપ્શનમાં ઉપસ્થિત રહ્યા
0000-00-00
ગઈકાલે સાંજે, મૌલાના હાઝર ઈમામે સમગ્ર ભારતના સિનિયર જમાતી અને AKDN લીડરોના સાથે મુલાકાત કરી, અને જમાતો સાથે અને વિશાળ સમાજની સેવા માટે તેમના સમર્પણ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો.
ઇસ્માઈલી કાઉન્સિલ ફોર ઇન્ડિયાના પ્રેસિડેન્ટ આસિફ પોરબંદરવાલાએ સંએલનમાં હાઝર ઈમામને આવકાર્યા અને સેવા કરવાનો વિશેષાધિકાર અને તેમાથી પ્રાપ્ત સમજણ વિશે વાત કરી હતી.
"વર્ષો દરમ્યાન અમને એ સમજણ પ્રાપ્ત થઈ છે કે સંસ્થા એ માત્ર એક માળખું, પ્રોગ્રામ અથવા સિસ્ટમ કરતાં ઘણું વધારે છે," તેમણે જણાવ્યું. "તેની ખરી શક્તિ તેના લોકોમાં, તે જે મૂલ્યો જાળવી રાખે છે, તે જે વિશ્વાસ મેળવે છે અને સૌથી અગત્યનું જમાતોના જીવનની ગુણવત્તા સુધારવાની તેની ક્ષમતામાં રહેલી છે."
તેમણે ઉમેર્યું, "અમારૂ વચન છે કે દરેક સંસ્થાને આપણને પ્રાપ્ત થઈ હતી તેના કરતાં વધુ મજબૂત બનાવવાનું છે, જેથી આપણા પછી આવનારા લોકો આપણા કરતાં વધુ આગળ વધી શકે."
હાઝર ઈમામે જમાતના ઇતિહાસમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાને ચાલુ રાખનારા લીડરોના અને વોલિન્ટરો પ્રત્યે આપશ્રીની પ્રશંસા વિશે વાત કરી હતી.
"સમુદાયની ભલાઈ માટે તમે જે કાર્ય કરો છો, પારિવારિક સમયમાં તમે જે બલિદાન આપો છો અને કામકાજ માંથી જે સમય કાઢો છો તે માટે અમારો ઊંડો આભાર વ્યક્ત કરીને અમે શરૂઆત કરીશું," હાઝર ઈમામે ફરમાવ્યું. "તે આપણા સમુદાયના પાયાના સ્તંભોમાંનો એક છે અને તે આપણને પ્રાપ્ત એક રહેમતોમાંની એક છે... અમારા હૃદયનો ઊંડાણપૂર્વક આભાર."