મૌલાના હાઝર ઈમામ ટોરન્ટો પધાર્યા

0000-00-00

મૌલાના હાઝર ઈમામ ટોરન્ટો પધાર્યા

ગઈકાલે બપોરે, મૌલાના હાઝર ઈમામ ટોરોન્ટો પધાર્યા હતા, જ્યાં પ્રોવિન્શિયલ અને જમાતી પ્રતિનિધિઓના એક પ્રતિનિધિમંડળે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું.

ઓન્ટારિયોના લેફ્ટનન્ટ ગવર્નર માનનીય એડિથ ડ્યુમોન્ટ, વિદેશ મંત્રીના સંસદીય સચિવ માનનીય રોબ ઓલિફન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ઇનોવેશન મંત્રીના સંસદીય સચિવ તાલિબ નૂરમોહમ્મદ, તેમજ સરકારી અને જમાતી લીડરો દ્વારા આપશ્રીને આવકારવામાં આવ્યા હતાં.

ઔપચારિક આવકાર  બાદ, મૌલાના હાઝર ઈમામ પરસ્પર હિત અને સહકારના ક્ષેત્રો વિશે ચર્ચા કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ઇનોવેશનના ફેડરલ મંત્રી માનનીય ઇવાન સોલોમન સહિતના લીડરશીપ ડેલિગેશનને મળ્યા.

તે જ દિવસે પછીથી , મૌલાના હાઝર ઈમામ આગા ખાન મ્યુઝિયમ ખાતે એક ઇન્સ્ટિટ્યુશનલ રિસેપ્શનમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં આપશ્રી સમગ્ર કેનેડામાંથી આવેલા સિનિયર જમાતી અને AKDN લીડરશીપની મુલાકાત લીધી.

આ કાર્યક્રમમાં એકત્રિત થયેલા મહેમાનોને સંબોધતા, મૌલાના હાઝર ઈમામે ભૂતકાળના અને વર્તમાન લીડરો અને વોલિન્ટિયર્સનો આભાર વ્યક્ત કર્યો. આપશ્રીએ ફરમાવ્યું "અમે તમારી સેવાઓ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરવા ચાહીએ છીએ — વોલિન્ટિયર્સ જ નહીં પરંતુ તેમના જીવનસાથીઓ અને તેમના પરિવારોનો પણ, કારણ કે અમે જાણીએ છીએ કે તમે જે કાર્ય કરો છો તેમાં સમય, તણાવ અને અન્ય બાબતોનો ભોગ લેવાય છે, અને તેની અચૂક નોંધ લેવામાં આવે છે." 

"અમે તેની પ્રશંસા કરીએ છીએ અને અમે માનીએ છીએ કે સમગ્ર જમાત તેની પ્રશંસા કરે છે."

આવતીકાલે, મૌલાના હાઝર ઈમામ ટોરોન્ટો ખાતે આંતર-પેઢીના રહેવાસ (intergenerational living) ના એક  નવીન મોડલ પર આધારિત સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ, જનરેશન્સ (Generations) નું ઉદ્ઘાટન કરશે.