મૌલાના હાઝર ઈમામ કેન્યા પધાર્યા

0000-00-00

મૌલાના હાઝર ઈમામ કેન્યા પધાર્યા

મૌલાના હાઝર ઇમામ આજે બપોરે કેન્યાના રાષ્ટ્રપતિ, હિઝ એક્સેલન્સી વિલિયમ રૂટોના આમંત્રણ પર કેન્યાના નૈરોબી ખાતે પધાર્યા હતા..

પ્રાઇમ કેબિનેટ સેક્રેટરી અને વિદેશ મંત્રાલયના કેબિનેટ સેક્રેટરી, માનનીય મુસાલિયા મુદાવદી અને આરોગ્ય મંત્રાલયના કેબિનેટ સેક્રેટરી, માનનીય અદેન બારે દુઆલેએ આપશ્રીનું સ્વાગત કર્યું હતું. કેન્યા ખાતેના AKDN પ્રતિનિધિ અમીન માવજી અને ઇસ્માઈલી કાઉન્સિલ ફોર કેન્યાના પ્રેસિડેન્ટ શમીરા દોસ્તમોહમ્મદ પણ હાજર રહ્યા હતા.

બોત્સ્વાના, બુરુન્ડી, એસ્વાટિની, નામીબિયા, રવાન્ડા, દક્ષિણ આફ્રિકા અને કેન્યાની જમાતો વતી જમાતી આગેવાનોના એક પ્રતિનિધિમંડળે હાઝર ઇમામનું સ્વાગત કર્યું હતું.

નૈરોબીમાં દરખાનાની સામેના રસ્તાઓ પર જમાત, હાઝર ઇમામના કાફલાની રાહ જોવા માટે હર્ષભેર ચહેરાઓ અને લહેરાતા ધ્વજ સાથે હરોળમાં ગોઠવાઈ ગઈ હતી. અઠવાડિયાઓથી તૈયારીઓ ચાલી રહી હતી, અને સૌના માટે એક સુવિધાજનક અને સાર્થક અનુભવ સુનિશ્ચિત કરવા માટે વોલિન્ટરો અથાક મહેનત કરી રહ્યા હતા.

આપશ્રીની આ મુલાકાત દરમિયાન, હાઝર ઇમામ રાષ્ટ્રપતિ રૂટો અને કેન્યા સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે, અને કેન્યા જ્યુરિસ્ડિક્શનની જમાતને દીદારની નવાઝિશ ફરમાવશે.