મૌલાના હાઝર ઈમામ હૈદરાબાદ પધાર્યા
0000-00-00
આજે બપોરે, હાઝર ઈમામ હૈદરાબાદ પધાર્યા હતા, જ્યાં તેલંગાણાના જાહેર સાહસો અને લઘુમતી કલ્યાણ મંત્રી મોહમ્મદ અઝહરુદ્દીન; તેલંગાણા માઇનોરિટીઝ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સના વાઇસ ચેરમેન અને પ્રેસિડેન્ટ મોહમ્મદ ફહીમુદ્દીન કુરેશી; રાજ્યના અન્ય કેટલાક અધિકારીઓ તેમજ જમાતી લીડરોના એક પ્રતિનિધિમંડળ દ્વારા આપશ્રીને આવકારવામાં આવ્યા હતા.
આગમન બાદ, હાઝર ઈમામે તેલંગાણાના માનનીય રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લા સાથે મુલાકાત કરી હતી.
આ વર્ષની શરૂઆતમાં હોદ્દો સંભાળ્યા બાદથી, રાજ્યપાલ શુક્લાએ રક્તદાન અને સ્વૈચ્છિક સેવા જેવી નાગરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું છે, તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આયોજિત વર્લ્ડ રેડ ક્રોસ ડે અને વર્લ્ડ થેલેસેમિયા ડેના કાર્યક્રમોમાં સંબોધન પણ કર્યું હતું.
આવતીકાલે, હાઝર ઈમામ દક્ષિણ ભારતની જમાત સાથે મુલાકાત કરશે.