મૌલાના હાઝર ઇમામ જર્મની પધાર્યા
0000-00-00
આજે વહેલા, મૌલાના હાઝર ઇમામ ત્રણ દિવસની મુલાકાતે, જર્મનીના બર્લિનમાં પધાર્યા, જે દરમિયાન આપશ્રી કોન્ટિનેન્ટલ યુરોપમાં વસવાટ કરતી આપશ્રીની જમાતો સાથે મુલાકાત કરશે.
યુનાઇટેડ કિંગડમ, જર્મની અને સ્વીડન માટેની ઇસ્માઈલી કાઉન્સિલના પ્રેસિડન્ટ્સ સાથે જર્મન સરકારના પ્રતિનિધિઓ દ્વારા એરપોર્ટ પર હાઝર ઇમામનું સ્વાગત કરવામાં આવ્યું.
આવતીકાલે, હાઝર ઇમામ પ્રથમ વખત જર્મનીમાં દીદારની નવાઝીશ કરશે. હજારો મુરીદો માટે, આ તેમના જીવનકાળના સૌ પ્રથમ દીદાર હશે. તેમના ઇમામના સ્વાગતની આતુરતામાં આયોજન, નિર્માણ અને ઉજવણી કરતી જમાતો સાથે, ઘણા અઠવાડિયાઓથી તૈયારીઓ ચાલી રહી હતી.
--
મુલાકાતના તમામ નવીનતમ સત્તાવાર સમાચારો, તસવીરો અને ચાલુ કવરેજ માટે, અમારી ઇમેઇલ અપડેટ્સ માટે સાઇન અપ કરો અને સોશિયલ મીડિયા પર The Ismaili ને ફોલો કરો.