મૌલાના હાઝર ઇમામ કેલગરી પધાર્યા
0000-00-00
મૌલાના હાઝર ઇમામ કેનેડાની આપશ્રીની મુલાકાતના બીજા તબક્કા માટે આજે વહેલા કેલગરી, આલ્બર્ટામાં પધાર્યા.
પ્રિન્સ ઇરફાન અને પ્રિન્સ સિનાન સાથે હાઝર ઇમામનું એરપોર્ટ પર કેનેડા સરકારના ટ્રેઝરી બોર્ડના પ્રેસિડન્ટ ધ ઓનરેબલ શફકત અલી અને આલ્બર્ટાના લેફ્ટનન્ટ ગવર્નર ધ ઓનરેબલ સલમા લાખાણી સહિતના સરકારી પ્રતિનિધિઓ તેમજ જમાતી લીડર્સના પ્રતિનિધિમંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેલગરીના મેયર જેરોમી ફાર્કાસે સ્વાગત અને મિત્રતાના પ્રતીક રૂપે હાઝર ઇમામ અને બંને પ્રિન્સને શહેરની આઇકોનિક વ્હાઇટ હેટ્સ અર્પણ કરી હતી — જે ૧૯૫૦ના દાયકાથી ચાલી આવતી કેલગરીની એક પરંપરા છે.
"વ્હાઇટ હેટ એ આપણા શહેરના સૌથી વિશિષ્ટ પ્રતીકોમાંનું એક છે," મેયર ફાર્કાસે જણાવ્યું. "તે ઉદારતા, પ્રમાણિકતા અને દરેક વ્યક્તિ આવકાર તથા સંબંધિતપણાનો અનુભવ કરવાને પાત્ર છે તેવી માન્યતાનું પ્રતીક છે."
તેમણે હાઝર ઇમામની લીડરશીપને પણ બિરદાવતા જણાવ્યું: "અનેકતાવાદ, શિક્ષણ, સેવા અને માનવીય ગરિમા પ્રત્યેની આપની પ્રતિબદ્ધતાએ અહીં કેલગરી સહિતની આપણી વહાલી ઈસ્માઈલી જમાતના નોંધપાત્ર યોગદાનો થકી વિશ્વભરમાં એક કાયમી છાપ છોડી છે."
આ પ્રદેશમાં પાંચ દાયકાથી વધુ સમયથી પોતાના મૂળ ધરાવતી આલ્બર્ટા, સાસ્કાચેવન અને મેનિટોબાની ઈસ્માઈલી જમાતે પોતાની એક કાયમી ઓળખ ઊભી કરી છે. તેના સૌથી શ્રેષ્ઠ ઉદાહરણોમાં; કેનેડામાં તેના પ્રકારનો સૌ પ્રથમ પ્રોજેક્ટ જનરેશન્સ કેલગરી — અને આગા ખાન ગાર્ડનનો સમાવેશ થાય છે જે યુનિવર્સિટી ઑફ અલ્બર્ટા બોટાનિક ગાર્ડનમાં આવેલું આ ઇસ્લામિક લેન્ડસ્કેપ સ્થાપત્યનો અદ્ભુત નમૂનો છે, જે વિશ્વમાં પોતાના પ્રકારનું સૌથી ઉત્તર તરફ સ્થિત હોવાનું ગૌરવ ધરાવે છે.
અઠવાડિયાઓ પહેલાં જ્યારે પશ્ચિમ કેનેડાની મુલાકાતની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ, સમગ્ર પ્રદેશમાં વોલિન્ટિયર્સ આ અઠવાડિયાના કાર્યક્રમો માટે સ્થળોની તૈયારી કરવા અને જમાતની વ્યવસ્થા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે. આવતીકાલે, હાઝર ઇમામ એડમોન્ટન અને પ્રેયરીઝ પ્રદેશોમાંથી આવેલી આપશ્રીની જમાત સાથે મુલાકાત કરશે.
--
મુલાકાતના તમામ નવીનતમ સત્તાવાર સમાચારો, ફોટોગ્રાફ્સ અને ચાલુ કવરેજ માટે, અમારા ઇમેઇલ અપડેટ્સ માટે સાઇન અપ કરો અને સોશિયલ મીડિયા પર The Ismaili ને ફોલો કરો.