મૌલાના હાઝર ઇમામની ભારત મુલાકાતની જાહેરાત
0000-00-00
ભારત સરકારના આમંત્રણ પર, મૌલાના હાઝર ઇમામ 9 થી 15 સપ્ટેમ્બર 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લેશે.
વિશ્વભરના જમાતખાનાઓમાં વાંચવામાં આવેલા તાલિકા મુબારકમાં, હાઝર ઇમામે જણાવ્યું કે તેઓ ભારતની જમાતને મળવા માટે આતુર છે.
ભારતની જમાત પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે, હાઝર ઇમામની ઇચ્છા છે કે તેમની મુલાકાત દરમિયાન વિશ્વના અન્ય ભાગોમાંથી જમાતના સભ્યો ભારતની મુસાફરી ન કરે.