મૌલાના હાઝર ઈમામે કેનેડાની સત્તાવાર મુલાકાતની જાહેરાત કરી
0000-00-00
વડાપ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ પર, મૌલાના હાઝર ઈમામ 25 થી 31 માર્ચ 2026 દરમિયાન કેનેડાની સત્તાવાર મુલાકાત લેશે, જે દરમિયાન આપશ્રી ઓન્ટારિયો, ક્વિબેક અને મેરીટાઇમ પ્રોવિન્સિસમાં વસતી જમાત સાથે મુલાકાત કરશે.
વિશ્વભરના જમાતખાનાઓમાં વંચાયેલ તલિકા મુબારકમાં, હાઝર ઈમામે ફરમાવ્યું છે કે આ[પશ્રી પશ્ચિમ કેનેડામાં વસતી જમાતને મળવા માટે નજીકના ભવિષ્યમાં ફરીથી દેશની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે.
ઓન્ટેરિયો, ક્વિબેક અને મેરીટાઇમ્સની જમાત પર આપનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય તે માટે, હાઝર ઈમામ નથી ઈચ્છતા કે કેનેડાના અન્ય ભાગોમાંથી અથવા અન્ય દેશોમાંની જમાતના સભ્યો આપની મુલાકાત દરમિયાન આ ક્ષેત્રોની મુસાફરી કરે.