જમાત માટે ગ્રેટર મોન્ટ્રીયલ ખાતે પાયાવિધીથી નવી શરૂઆત
0000-00-00
આજે વહેલા, મૌલાના હાજર ઇમામ લાવલ જમાતખાનાના પાયાવિધી સમારોહમાં સહભાગી થયા હતા, જે ગ્રેટર મોન્ટ્રીયલમાં ઇસ્માઈલી જમાત અને બહોળા સમુદાય માટેની સેવાનું એક નવું સ્થળ બની રહેશે. વર્ષોથી તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટના બાંધકામની શરૂઆતના પ્રસંગે આ કાર્યક્રમમાં સ્થાનિક સમુદાય અને નાગરિક આગેવાનો સાથે આવ્યા હતાં.
લાવલ શહેર, સ્થાનિક રહેવાસીઓ અને સમુદાયના હિતધારકો (સ્ટેકહોલ્ડરો) સાથે પરામર્શ કરીને વિકસાવવામાં લાવલ જમાતખાના ને નેટ-ઝીરો કોમ્યુનિટી સેન્ટર અને એકત્ર થવાના કેન્દ્ર તરીકે ડિઝાઇન કરવામાં આવેલ છે, અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇન્ડોર રમતો, પરફોર્મિંગ આર્ટ્સ અને નાગરિક સંવાદ માટેની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
માસ-ટિમ્બર કન્સ્ટ્રક્શન અને પેસિવ હાઉસ ડિઝાઇનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને બનેલી આ સુવિધા નેટ-ઝીરો ઊર્જા કાર્યક્ષમતા પ્રાપ્ત કરવા અને તેના લેન્ડસ્કેપિંગ દ્વારા જૈવવિવિધતાને ટેકો આપવા માટે રચાઈ છે. આ પ્રોજેક્ટ અગાઉ ખાલી રહેલી જમીનને એક ટકાઉ સમુદાયિક પ્રતિકમાં પરિવર્તિત કરશે.
કેનેડામાં, ક્યુબેકમાં મોટી સંખ્યામાં ઈસ્માઈલીઓ વસે છે, જેમાંના ઘણા ૧૯૭૦ના દાયકામાં આવ્યા હતા. છેલ્લા પાંચ દાયકાઓમાં, આ સમુદાય કેનેડાના નાગરિક જીવનમાં — વ્યવસાય, જાહેર સેવા અને કળાનો — એક પ્રખ્યાત ભાગ બની ગયો છે. ખાસ કરીને લાવલમાં, તેમની હાજરી સતત વધી રહી છે, જે એક સમર્પિત સુવિધાની આવશ્યકતાને વ્યવહારુ અને સમયસર બંને બનાવે છે.
ઈસ્માઈલી કાઉન્સિલ ફોર ક્યુબેક એન્ડ ધ મેરિટાઇમ્સના પ્રેસિડેન્ટ નીલાબ ફેરોઝે જણાવ્યું હતું કે, “આજે, ક્યુબેકમાં ઈસ્માઈલી સમુદાય સમાજના દરેક ક્ષેત્રમાં સક્રિય રીતે જોડાયેલો છે.” “અમારો સમુદાય આ પ્રાંતના સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક માળખામાં અર્થપૂર્ણ યોગદાન આપે છે. અમને ગર્વપૂર્વક કહી શકીએ છીએ કે અમારી વચ્ચે સમક્ષ ઉદ્યોગસાહસિકો, શિક્ષકો, આરોગ્ય નિષ્ણાતો, જાહેર સેવકો અને પ્રતિબદ્ધ નાગરિકો ઉપલબ્ધ છે.”
લાવલ જમાતખાના ઇસ્માઈલીઓ માટે એકત્ર થવા અને રૂહાની ચિંતન-મનન માટેનું સ્થાન બનશે. પરંતુ તેનો બહોળો વિકાસ દરેક માટે ઉપ્લબ્ધ રહેશે. સમુદાય કાર્યક્રમો, સાંસ્કૃતિક પ્રસંગો અને સંવાદ પહેલોને સર્વસુલભ અને સમાવેશી બનાવવાની યોજના છે, જેમાં લાવલના તમામ રહેવાસીઓ આવકાર્ય છે. તેનો હેતુ કંઈક એવી ઇમારત બનાવવાનો છે કે પોતાના પાડોશીઓ માટે પણ એટલો જ સંબંધ ધરાવે છે જેટલો તે બનાવનાર સમુદાય માટે ધરાવે.
"આજે, આપણે માત્ર શિલાન્યાસ કરી રહ્યા નથી કે કોંક્રિટ રેડી રહ્યા નથી. આપણે સંસ્કૃતિઓ અને પેઢીઓ વચ્ચે એક સેતુ બાંધી રહ્યા છીએ," કેનેડાના નાણાં અને રાષ્ટ્રીય મહેસૂલ મંત્રી ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેને જણાવ્યું. "આ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જે એ બાબતને મૂર્તિમંત કરે છે કે ઈસ્માઈલી સમુદાય પચાસ કરતાં વધુ વર્ષોથી ક્વિબેક અને કેનેડા માટે શું પ્રદાન કરી રહ્યો છે: સમાવેશ, નવીનતા, સેવા અને બહુમતવાદ."
આ પ્રસંગે જમાતના નેશનલ અને રીજનલ લીડરો, વોલિન્ટરો અને સમર્થકો હાજર રહ્યા હતા. આપના સંબોધનમાં, મૌલાના હાઝર ઈમામે આ પ્રોજેક્ટની અત્યાર સુધીની પ્રગતિ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેની પૂર્ણતા માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આપશ્રીએ ફારમાવ્યું, “સમુદાયે જે કરવું જોઈએ, એટલે કે આપણે જે સમાજોમાં રહીએ છીએ તેને સમૃદ્ધ બનાવવું, તેની સેવા કરવી અને તેને રંગોથી ભરપુર કરવી- તે કરવા બદલ અમે આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ.”