આગા ખાન મ્યુઝિયમ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પ્રિન્સ અલી મુહમ્મદનું સ્વાગત કરે છે.
0000-00-00
આગા ખાન મ્યુઝિયમ તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પ્રિન્સ અલી મુહમ્મદની નિમણૂંકની જાહેરાત કરતા આનંદ અનુભવે છે.
પ્રિન્સ અલી મુહમ્મદ કલા અને સંસ્કૃતિ પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતા સાથે બોર્ડમાં જોડાયા છે. તેઓ આગા ખાન ફાઉન્ડેશન અને આગા ખાન મ્યુઝિક પ્રોગ્રામ સાથે કામ કરવાથી ઘડાયેલો આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ લાવે છે. મ્યુઝિયમ જ્યારે સતત વિકસિત થાય છે, નવા પ્રેક્ષકોને આવકારે છે અને કેનેડા તેમજ આંતરરાષ્ટ્રિય રીતે તેના પ્રભાવને વિસ્તૃત કરી રહ્યું છે ત્યારે, અનેકતાવાદને અને સાંસ્કૃતિક સંવાદને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ, પ્રિન્સ અલી એક નવો દૃષ્ટિકોણ લાવે છે. પ્રિન્સ અલી મૌલાના શાહ કરીમના શાહઝાદા અને મૌલાના હાઝર ઇમામના ભાઈ છે.
તેમની સાથે બોર્ડમાં સાયરા ભોજાણી જોડાયા છે, જેઓ Torys LLP ભાગીદાર અને કેનેડાના અગ્રણી ટેક્સ વકીલોમાંના એક છે. મિસ ભોજાણી જટિલ વ્યવહારો, સંચાલન અને વ્યૂહાત્મક બાબતો પર મોટા સંસ્થાકીય રોકાણકારો અને પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ્સને સલાહ આપવાની તેમની નિપુણતા માટે વ્યાપકપણે સન્માનિત છે. ૨૦૨૫ થી મ્યુઝિયમની ફાઇનાન્સ અને ઓડિટ કમિટીના સ્વતંત્ર સભ્ય તરીકે કામ કરી રહ્યા હોવાથી તેઓ આગા ખાન મ્યુઝિયમની લીડરશીપ ટીમના ઘણા લોકો સમક્ષ પરિચિત છે. તેમની વિચારશીલ સલાહ, સહયોગી અભિગમ અને સંચાલનની ઊંડી સમજણ તેમને બોર્ડમાં એક મૂલ્યવાન સહભાગી બનાવે છે.
"અમે આગા ખાન મ્યુઝિયમના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પ્રિન્સ અલી મુહમ્મદ અને સાયરા ભોજાણીનું સ્વાગત કરતા આનંદ અનુભવીએ છીએ," બોર્ડ ઓફ ડિરેક્ટર્સના વાઇસ ચેર ટોમ લેન્ટ્ઝે જણાવ્યું. " જ્યારે અમે અમારી પહોંચ સુસંગતતા વિકસિત કરવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે પ્રિન્સ અલી આપની સાથે કલા પ્રત્યે ખરો જુસ્સો, વૈશ્વિક દૃષ્ટિકોણ અને નવી પેઢીનો અવાજ લાવે છે જે મ્યુઝિયમના ભવિષ્યને આકાર આપવામાં સહાયરૂપ થશે. સાયરાએ અમારી ફાઇનાન્સ અને ઓડિટ કમિટી સાથેના તેમના કાર્ય દ્વારા મ્યુઝિયમ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે, અને સંચાલન તથા વ્યૂહાત્મક નિર્ણય લેવામાં તેમની અસાધારણ નિપુણતા બોર્ડ માટે એક મહત્વપૂર્ણ સંપત્તિ બની રહેશે. સાથે મળીને, તેઓ મ્યુઝિયમના મિશન અને લાંબા ગાળાના વિઝનને આગળ વધારવાની આપણી ક્ષમતાને મજબૂત બનાવે છે."
પ્રિન્સ અમીનની અધ્યક્ષતામાં પ્રિન્સ અલી અને મિસ ભોજાણી મ્યુઝિયમના ૧૪-સભ્યોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા. તેમની નિમણૂકો મજબૂત સંચાલન, નવીનતા અને સાંસ્કૃતિક નેતૃત્વ પ્રત્યે મ્યુઝિયમની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
કેનેડાના ટોરોન્ટોમાં સ્થિત આગા ખાન મ્યુઝિયમની સ્થાપના અને વિકાસ આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN) ની એજેન્સી, આગા ખાન ટ્રસ્ટ ફોર કલ્ચર (AKTC) દ્વારા કરવામાં આવેલ છે. કાયમી અને અસ્થાયી પ્રદર્શનો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા, મ્યુઝિયમનું મિશન કલાના માધ્યમથી મુસ્લિમ સંસ્કૃતિઓ અને અન્ય સંસ્કૃતિઓ સાથેના તેમના જોડાણ વિશે આશ્ચર્ય, જિજ્ઞાસા અને સમજણ ઊભી કરવાનું છે. આર્કિટેક્ટ ફુમિહિકો માકી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ, આ મ્યુઝિયમ ટોરોન્ટોના ઇસ્માઇલી સેન્ટર સાથે ૬.૮-હેક્ટરની જગ્યા ધરાવે છે, જેને આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આસપાસના લેન્ડસ્કેપ પાર્કની ડિઝાઇન લેન્ડસ્કેપ આર્કિટેક્ટ વ્લાદિમીર ડ્યુરોવિક દ્વારા કરવામાં આવી હતી.